સુરતના રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવા માટેની વાતો થતી રહી છે. પરંતુ હવે ધીરે ધીરે એ કામ ગતિમાં આવતું જાય છે. હાલમાં પ્લેટફોર્મ નંબર 4 પરનું કામકાજ શરૂ થઇ ગયું છે. હાલમાં રેલવે ટ્રેકથી 9 મીટર ઊંચો એલિવેટેડ કોનકોર્સ બનશે. અહીં 497 કરોડના ખર્ચે એલિવેટેડ રોડ બનાવાશે.
શરૂઆતમાં સુરતના રેલવે સ્ટેશનને પીપીપી ભાગીદારીથી વિકસાવવાનું આયોજન થયું હતું. જો કે કોરોનાને પગલે ઈકોનોમીમાં થોડી સુસ્તી આવી જતાં એ અંગેના ટેન્ડર ભરાયા ન હતા. રેલવે તંત્રી એક બે નહીં 18 વખત પીપીપી મોડેલના ટેન્ડર બહાર પાડ્યા હતા. પરંતુ ટેન્ડર નહીં ભરાતા રેલવે તંત્રે જાતે જ તેનું કામ શરૂ કર્યું છે. પાછળથી કોઇ ભાગીદાર તૈયાર થાય તો અન્ય વિકાસ પીપીપી ભાગીદારીથી થશે એ દિશા તો ખુલ્લી જ છે. રેલવે તંત્ર દ્વારા શરૂ થયેલા કામોમાં સુરતનું રેલવે સ્ટેશન ભોંયતળીયે છે. રેલવે પ્લેટફોર્મથી નીચે ઉતરીને બહાર શહેરમાં જવાય છે. મતલબ કે રેલવે ટ્રેક પહેલા માળે છે. અત્યારે સુરત સ્ટેશને ચાર પ્લેટફોર્મ છે અને પાંચ રેલવે ટ્રેક છે. આ તમામ ઉપર એક વેઇટીંગ એરિયા એટલે કે કોનકોર્સ બનશે. એ માટેનું કામ પ્લેટફોર્મ નંબર 4 થી શરૂ થયું છે. પિલ્લરો તૈયાર થઇ રહ્યા છે. જ્યારે આ સ્ટેશન વિકસીત થશે, ત્યારે મુસાફરોએ પ્લેટફોર્મ નંબર 1 થી 4 ઉપર બનનારા વેઇટીંગ એરિયામાં જવાનું રહેશે, એ બાદ જ્યારે ટ્રેનનો સમય થશે, તેની 20 મિનિટ પહેલાં જ મુસાફર નીચે પહેલા માળે ઉતરીને પ્લેટફોર્મ પર જઇને ટ્રેન પકડવાની રહેશે. એ કારણે પ્લેટફોર્મ પર અત્યારે જે ગરદી જોવા મળે છે. એ ઓછી થતાં જ કેટલીય અસુવિધા તો ખતમ થઇ જશે.
એ વેઇટીંગ એરિયામાં ગેઇમ ઝોન, ફૂડ ઝોન અને બીજી સુવિધા હશે, તેથી ટ્રેનની રાહ જોવામાં કંટાળી પણ નહીં જવાય. એ ઉપરાંત બંને દિશામાં ફ્લાય ઓવર તૈયાર થશે, તેથી મુસાફરો સુરત સ્ટેશનની બંને દિશાએથી વેઇટીંગ એરિયામાં જઇ શકશે. એ માટે 497 કરોડના ખર્ચે 130 મીટર લાંબો ઓવરબ્રિજ બનશે. સુરતમાં તો અંડરગ્રાઉન્ડ પાર્કિંગ એરિયા પણ હશે, તો બેઝમેન્ટ એરિયામાંથી મેટ્રો ટ્રેન અને બીઆરટીસી બસ સેવા પણ મળી શકશે. ઉપરાંત બુલેટ ટ્રેનના પ્રવાસીઓ માટે સુરત સ્ટેશનેથી જ કામરેજના અંત્રોલી સુધી લઇ જતી ટ્રેન સેવા પણ હશે અને એરપોર્ટ જવું હોય તો ત્યાં જવા માટે પણ મેટ્રોની સેવા મળી શકશે. પ્લેટફોર્મ 4 ઉપરના કોનકોર્સનું કામ પૂરું થયા બાદ બાકીના ત્રણ પ્લેટફોર્મો ઉપર એ કામ શરૂ થશે. એ દરમિયાન ટ્રેન સેવાઓ તો ચાલુ જ રહેશે, તેથી મુસાફરોને પરેશાની નહીં થાય એ રીતે કામ કરાશે.
આ જ પ્રકારનું સ્ટેશન ઉઘના ખાતે પણ વિકસાવવાનું આયોજન છે. જો કે ઉઘના સ્ટેશને સુરતથી વધુ રેલવે ટ્રેક હોવાને કારણે ત્યાં બધી જ ટ્રેકને આવરી લે એટલો મોટો વેઇટીંગ એરિયા નહીં બનશે. લગભગ પંદર રેલવે ટ્રેકને આવરી લેવાય એ શક્ય નથી, તેથી સુરતની જેમ તમામ ટ્રેકો પર વિશાળ વેઇટીંગ એરિયા ત્યાં નહીં બને.
આ વિકાસના કામનો વીડિયો જોવો હોય તો આ લિન્ક પર ક્લિક કરો : https://youtu.be/Vpl_7zJBr1U
About Team gujarat365
Gujarat 365 team.